પંચાયત વિભાગ
તાપી જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠ

પ્રસ્‍તાવના

દેશના આયોજીત આર્થિક વિકાસના ઉદે્‌શો ઘ્‍યાનમાં લઈ જિલ્‍લાની આર્થિક અને સામાજિક ઈમારત કંડારવામાં મૂળભૂત એવી અદ્યતન આંકડાકીય માહિતીની જરૂરિયાત રહે છે. જિલ્‍લા કક્ષાએ આયોજનને પ્રાધાન્‍ય આપવા યોજનાઓના ઘડતર અને અમલ અંગેની કામગીરી માટે પણ જિલ્‍લા કક્ષાએ આંકડાકીય માહિતીની જરૂરિયાત રહે છે. આવી મોટા ભાગની મૂળભૂત માહિતી એકત્ર કરી જિલ્‍લા આંકડાકીય રૂપરેખા પ્રસિઘ્‍ધ કરવામાં આવે છે ત્‍યારે અમોએ ર૦૧૦-૧૧ ની તાપી જિલ્‍લાની આંકડાકીય રૂપરેખાનું પ્રકાશન પ્રસિઘ્‍ધ કરી આપની સમક્ષ રજૂ કરીએ છીએ.

જિલ્‍લાના વિવિધ ક્ષેત્રની એટલે કે ભૌગોલિક, વહીવટી, આબોહવા, વસ્‍તી વરસાદ, ખેતીવાડી, પશુપાલન, ખનિજ, વીજળી, ઉત્‍પાદન, વહેંચણી, વાહનવ્‍યવહાર, જીવનવિમા, બેંકિગ, ગુના, ન્‍યાય, સહકાર, સ્‍થાનિક સંસ્‍થાઓ, આયોજન વગેરે આંકડાકીય માહિતીનો આ પ્રકાશનમાં સમાવેશ કરેલ છે.

આ પ્રકાશન તૈયાર કરવા માટે રાજય, જિલ્‍લા, તાલુકા અને વિભાગીય સરકારી-અર્ધસરકારી કચેરીઓ તરફથી જે માહિતી પૂરી પડાયેલ છે. તે બદલ આ તબકકે અમો આભારની લાગણી વ્‍યકત કરીએ છીએ.

આંકડાકીય રૂપરેખાના હવે પછીના પ્રકાશનમાં આપનો જરૂરી સહકાર મળશે એવી અપેક્ષા છે. આંકડાકીય રૂપરેખાને વધુ ઉપયોગી બનાવવા આપના સૂચનો આવકાર પાત્ર રહેશે.