પંચાયત વિભાગ
તાપી જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠ શાખાઓ આંકડા શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

આર્થ‍િક સામાજીક અને શૈક્ષણ‍િક ક્ષેત્રે જીલ્‍લાના અન્‍ય વિસ્‍તાર અને અંતરિયાળ આદિવાસી વિસ્‍તાર વચ્‍ચે ખૂબ વિષમતા હોવા છતાં ૫ણ રાજય સરકારે જીલ્‍લા પંચાયતને સુપ્રત કરેલ જવાબદારીઓ પ્રત્‍યે સભાન રહીને જીલ્‍લાના લોકોનો સર્વાગી વિકાસ સાધવા અને આદિવાસી કલ્‍યાણ માટે મહત્તમ પ્રયત્‍નો હાથ ધરવા સાથે અસરકારક અને કાર્યક્ષમ રીતે વહિવટ ચલાવવા સઘન પ્રયાસો તાપી જીલ્‍લા પંચાયત ઘ્‍વારા કરવામાં આવેલ છે.
તાપી જીલ્‍લા પંચાયતના નાણાંકીય સાધનો મર્યાદિત હોવા છતાં ૫ણ જીલ્‍લાના લોકોની અપેક્ષાઓ અને જરૂ‍રીયાતોને લક્ષમાં લઇ કરકસરયુકત વહિવટ ધ્‍વારા તમામ ક્ષેત્રે સૌના સહકારથી સંતોષકારક પ્રગતિ સાધવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યયો છે. જે અંગેની વિગતવાર માહિતી આ અહેવાલના અભ્‍યાસથી મળી રહેશે.
તાપી જીલ્‍લાના વિકાસમાં જીલ્‍લા પંચાયતના અઘિકારીશ્રી ૫દાધ‍િકારીશ્રી અને ગ્રામનગર અને તાલુકાના તમામ કક્ષાના લોકો અને પ્રતિનિ‍ધ‍િઓની સહભાગીદારી અનિવાર્ય બને છે. જીલ્‍લા પંચાયતના ગ્રામાવિમુખ વિકાસ કાર્યક્રમમાં પંચાયતના અધ‍િકારીઓ જીલ્‍લા- તાલુકા પંચાયતના સભ્‍યશ્રીઓ અને કર્મચારીગણે સુંદર સહકાર આપી વિકાસ પ્રક્રિયામાં અમુલ્‍ય ફાળો આપેલ છે. તેને અમે બિરદાવીએ છીએ.