પંચાયત વિભાગ
તાપી જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

તાપી જિલ્લા પચાયત હસ્તકમાં વિસ્તારોમાં આવેલ ગામડાઓમાં પ્રાથમિક શાળાઓ ચલાવવી,વિસ્તારને અનુરૂપ નવી શાળાઓ ખોલવી તેના પર નિયંત્રણ અને દેખરેખ રાખવી,શિક્ષકોની નિમણુક કરવી, પાંચ વર્ષ પુર્ણ કરનાર બાળકોનો નામાંકન કરી પ્રવેશ આપવો, કન્યા કેળવણીને ઉત્તેજન આપવું, સરકારશ્રીની વિવિધ શિક્ષણની યોજનાઓનો અમલ કરવો, પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા શિક્ષકોને તાલીમ આપવી,વિવિધ તાલીમ વર્ગો ચલાવવા,શાળાની ભૌતિક સુવિધા ઉભી કરવી, શિક્ષકોના પગાર કરવા, શિક્ષકોની કામગીરી પર દેખરેખ રાખવી, વિદ્યા લક્ષ્મી બોન્ડ,વિદ્યાદીપ યોજના, સાક્ષરતા દીપ યોજના, કન્યા કેળવણી અને શાળા પૂવેશ ઉત્સવની ઉજવણી કરવી, જિલ્લાનો સાક્ષરતા દર વધે તેવા પૂયત્નો કરવા વિજ્ઞાન મેળા, રમતોત્સવ,બાળમેળા, બાળ પ્રતિભા સ્પર્ધા,ગણિત મંડળો વિગેરે ઘ્વારા બાળકોના સર્વાગી વિકાસ માટે સહઅભ્યાસ પ્રવૃત્તિ સહિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવું. આ ઉપરાંત સર્વ શિક્ષા અભિયાનની વિવિધ યોજનાઓ ઘ્વારા શેરડી કામદારના બાળકો, ઈંટ-ભઠ્ઠાના મજુરોના બાળકો માટે વૈકલ્પિક શાળા ઘ્વારા બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કામગીરી કરવામાં આવે છે.