પંચાયત વિભાગ
તાપી જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

વિકાસ શાખામાં મહેકમનું સંખ્‍યાબળ જોઇએ તો નાયબ જિલ્‍લા વિકાસ અઘિકારીશ્રી, વર્ગ-૧ની જગ્‍યા મંજુર અને ભરેલી છે. તેમજ નાયબ ચીટનીશ વર્ગ-૩ની મંજુર જગ્‍યા-૩ પૈકી ૨ જગ્‍યા ભરાયેલી છે. જૂનીયર કલાર્ક-૩ ની મંજુર જગ્‍યા સામે ૩ ભરાયેલી છે. તેમજ ડ્રાઇવર વર્ગ- ૩ની એક જગ્‍યા મંજુર અને ભરાયેલી છે.
 
વિકાસ શાખા હસ્‍તકની મોટા ભાગની યોજનાઓની ભૌતિક તેમજ નાણાકીય કામગીરી ઉપરાંત મોનીટરીંગની કામગીરી રહેલ છે. આ સિવાય જિલ્‍લા વિકાસ અઘિકારીશ્રી/પ્રમુખશ્રીના અંગત મદદનીશ અને જિલ્‍લા વિકાસ અઘિકારીશ્રી હસ્‍તકના વર્ગ-૪ના કર્મચારીઓની સેવાકીય કામગીરી પણ રહેલ છે.
 
આ સિવાય પણ સરકારશ્રી દવારા જાહેરાત થતી નવી યોજનાઓ, કામગીરીની અમલવારી વિકાસ શાખા મારફતે થાય છે.સરકારશ્રી ની મહત્‍વલક્ષી નિર્મળ ગુજરાતની કામગીરી પણ વિકાસ શાખા મારફતે અમલમાં છે. આ કામગીરી કર્મચારીઓને અન્‍ય શાખામાંથી પુલ કરીને પણ સમય મર્યાદામાં પુર્ણ કરાવવામાં આવે છે.
 
ટુંકમાં વિકાસ શાખાએ જિલ્‍લા પંચાયતની મુખ્‍ય ઘરી સમાન ગણી શકાય છે.